shukan joine sancharjo re - Lokgeeto | RekhtaGujarati

શુકન જોઈને સંચરજો રે

shukan joine sancharjo re

શુકન જોઈને સંચરજો રે

શુકન જોઈને સંચરજો રે,

શુકને મળ્યો જોષીડો રે,

જોશ જોઈને પાછો વળીયો રે,

શુકને મળીયો ગાંધીડો રે,

શ્રીફળ આપીને પાછો વળીયો રે.

શુકને મળીયો છે માળીડો રે,

ફૂલહાર આપીને પાછો વળીયો રે, શકુન—0

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 39)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963