જીવન વા’લા
jiwan wa’la
જમો તો જમાડું હો! જીવન વા’લા!
રમો તો રમાડું હો! જીવન વા’લા!
વા’લા મારા, તુરની દાળ છે ઝીણી,
જમો તો લાવું હું વીણી; હો! જીવન વા’લા! જમો.
વા’લા મારા, લાવું તાંદળિયાની ભાજી,
જમો તો લાવું હું તાજી; હો! જીવન વા’લા! જમો.
વા’લા મારા, સાટાં જલેબી ને ખાજાં,
જમો તો લાવું તાજાં; હો! જીવન વા’લા! જમો.
વા’લા મારા, લાવું નગરની બુંદી,
શ્યામાના તો પ્રેમ હુંદી; હો! જીવન વા’લા જમો.
વા’લા મારા, શોક્યની શેરીએ ના જાશો,
જાશો તો ગાળ ખાશો; હો! જીવન વા’લા જમો.
jamo to jamaDun ho! jiwan wa’la!
ramo to ramaDun ho! jiwan wa’la!
wa’la mara, turni dal chhe jhini,
jamo to lawun hun wini; ho! jiwan wa’la! jamo
wa’la mara, lawun tandaliyani bhaji,
jamo to lawun hun taji; ho! jiwan wa’la! jamo
wa’la mara, satan jalebi ne khajan,
jamo to lawun tajan; ho! jiwan wa’la! jamo
wa’la mara, lawun nagarni bundi,
shyamana to prem hundi; ho! jiwan wa’la jamo
wa’la mara, shokyni sheriye na jasho,
jasho to gal khasho; ho! jiwan wa’la jamo
jamo to jamaDun ho! jiwan wa’la!
ramo to ramaDun ho! jiwan wa’la!
wa’la mara, turni dal chhe jhini,
jamo to lawun hun wini; ho! jiwan wa’la! jamo
wa’la mara, lawun tandaliyani bhaji,
jamo to lawun hun taji; ho! jiwan wa’la! jamo
wa’la mara, satan jalebi ne khajan,
jamo to lawun tajan; ho! jiwan wa’la! jamo
wa’la mara, lawun nagarni bundi,
shyamana to prem hundi; ho! jiwan wa’la jamo
wa’la mara, shokyni sheriye na jasho,
jasho to gal khasho; ho! jiwan wa’la jamo



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 269)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968