saiyar! awone ramwa - Lokgeeto | RekhtaGujarati

સૈયર! આવોને રમવા

saiyar! awone ramwa

સૈયર! આવોને રમવા

પહેલો પક્ષ સૈયર! આવોને રમવા,

બીજો પક્ષ અમને રમતાં આવડે!

પહેલો પક્ષ અમે રમી બતાવીએ,

બીજો પક્ષ નૈં આવું!

પહેલો પક્ષ અમે રમતાં શીખવીએ,

બીજો પક્ષ નૈં આવું!

(તાલ બદલીને)

પહેલો પક્ષ સાંકળાની જોડ્ય છે,

બીજો પક્ષ મહીં મારો ભાગ છે,

પહેલો પક્ષ મેં બોલાવી કેમ આવી?

બીજો પક્ષ એટલી મારી ભૂલ છે.

રસપ્રદ તથ્યો

આ ગીત બાલિકાઓની રમતનું છે. તેમાં હાથના અભિનય સાથે એક પક્ષ બીજા પક્ષને કહે છે :–

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959