sheriman mohan - Lokgeeto | RekhtaGujarati

શેરીમાં મોહન

sheriman mohan

શેરીમાં મોહન

સખી! આજ મોહન દીઠા રે,

શેરડીઓમાં આવતા રે!

વા’લો આવે હસતા ને રમતા રે,

ગોવાળિયાના સાથમાં રે,

ગાયોની તો ભીડ ઘણેરી રે,

શેરી આવી સાંકડી રે.

ઉછાળતા આવે મોહન રે,

ફૂલ દડો હાથમાં રે.

‘કોઈ લ્યો છે કા’નુડો કાળો રે,

નાનડિયો નંદદુલારો રે.

વલોણાની રોયણ વાગે રે,

વલોવે ભામિની રે.

ઘેરે ઘેરે ગીત ગાશું રે,

લીલા હરિનામની રે!

રસપ્રદ તથ્યો

હાલરડામાં પ્રત્યેક કડીને છેડે ‘ઓળોળોળો હાલ્ય...હાલાં’ બોલવાનું હોય છે. (છાપતી વખતે એ રાખ્યું નથી.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959