sharadpunamni raat - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શરદપૂનમની રાત

sharadpunamni raat

શરદપૂનમની રાત

આસો માસે શરદ પૂનમની રાત જો,

ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં.

સસરો મારો ઓલ્યો જલમનો બાપ જો,

સાસુ રે ઓલ્યા જલમની માવડી..

જેઠ મારો અષાઢીલો મેઘ જો,

જેઠાણી ઝબૂકે વાદળ વીજળી.

દેર મારો ચાંપલિયાનો છોડ જો,

દેરાણી ચાંપલિયા કેરી પાંદડી.

નણંદ મારી વાડી માયલી વેલ્ય જો,

નણદોઈ મારો વાડી માંયલો વાંદરો.

પરણ્યો મારો સગી નણંદનો વીર જો.

તાણીને બાંધ રે નવરંગ પાઘડી.

સ્રોત

  • પુસ્તક : ચાંદો ઊગ્યો ચોકમાં (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સંપાદક : દોલત ભટ્ટ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1988