શંકર ભીલડી
shankar bhilDi
આસન ઊગ્યા દાભ, મહાદેવજી, આસન ઊગ્યા દાભ રે,
સુગરીએ માળો ઘાલીઓ, તમે હરિ બોલો જી.
કોણ તમારી જાત ભીલીરાણી, કોણ તમારી જાત રે?
તમે કોના વિયોગે વન ભમો? તમે હરિ બોલો જી.
ભીલ અમારી જાત મહાદેવજી, ભીલ અમારી જાત રે,
અમે ભીલને વિયોગે વન ભમીએ, તમે હરિ બોલોજી.
ભીલને વહેતો મેલ ભીલીરાણી, ભીલને વહેતો મેલ રે,
તું કર મહાદેવનો સંગ તમે હરી બોલો જી.
અવળા બોલ ન બોલો મહાદેવજી, અવળા બોલ ન બોલો જી રે.
મારો ખીજ્યો ભીલ તને મારશે, તમે હરિ બોલો જી.
ભીલની અવળી રીત મહાદેવજી, ભીલની અવળી રીત રે,
નર નાચે ને નારી રીઝવે, તમે હરિ બોલો જી.
સોના આવરણો હાથ મહાદેવજી, સોના સાવરણો હાથ રે;
થેઈ થેઈ કરી મહાદેવજી નાચ્યા, તમે હરિ બોલો જી.
તમારે ઘેર, બે નાર મહાદેવજી, તમારે ઘેર બે નાર રે,
ત્રીજી તે ભીલડીને શું કરો? તમે હરિ બોલો જી.
ગંગા વળાવું કૈલાસ, ભીલીરાણી, ગંગા વળાવું કૈલાસ રે,
પારવતી તો પાણી ભરી લાવશે, તમે હરિ બોલો જી.
પારવતીએ રૂપ પ્રકાશ્યું, ત્યારે લાજ્યા શંભુ નાથ રે,
ત્યારે લાજ્યા ભોળાનાથ રે, તમે હરિ બોલો જી.
aasan ugya dabh, mahadewji, aasan ugya dabh re,
sugriye malo ghalio, tame hari bolo ji
kon tamari jat bhilirani, kon tamari jat re?
tame kona wiyoge wan bhamo? tame hari bolo ji
bheel amari jat mahadewji, bheel amari jat re,
ame bhilne wiyoge wan bhamiye, tame hari boloji
bhilne waheto mel bhilirani, bhilne waheto mel re,
tun kar mahadewno sang tame hari bolo ji
awla bol na bolo mahadewji, awla bol na bolo ji re
maro khijyo bheel tane marshe, tame hari bolo ji
bhilni awli reet mahadewji, bhilni awli reet re,
nar nache ne nari rijhwe, tame hari bolo ji
sona awarno hath mahadewji, sona sawarno hath re;
thei thei kari mahadewji nachya, tame hari bolo ji
tamare gher, be nar mahadewji, tamare gher be nar re,
triji te bhilDine shun karo? tame hari bolo ji
ganga walawun kailas, bhilirani, ganga walawun kailas re,
parawti to pani bhari lawshe, tame hari bolo ji
parawtiye roop prkashyun, tyare lajya shambhu nath re,
tyare lajya bholanath re, tame hari bolo ji

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 225)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કસ્તુરી નાનુભાઈ જોધાણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968