shanan thaiye sahune gamiye - Lokgeeto | RekhtaGujarati

શાણાં થઇએ સહુને ગમીએ

shanan thaiye sahune gamiye

શાણાં થઇએ સહુને ગમીએ

શાણાં થઇએ સહુને ગમીએ જાતીલા કહેવાઈ રે!

જાતીલાને શિખામણ કજાત કહીએ રે! ...શાણાં.

ગામમાં સાસરું ગામમાં પિયર વગર તેડે જઈએ જી રે!

રોજ જવાથી ભાવ ઘટે છે વડલા કરીએ જી રે! ...શાણાં.

માથા ઓળીએ સેંથા પૂરીએ દર્પણમાં જોઈએ જી રે!

મોટાં દેખી દર્પણ દેખીએ વડલા કરીએ જી રે! ...શાણાં.

દેર સાથે હસીએ રમીએ હાથતાળી દઈએ જી રે!

કોઈ કહે કોની નારી વડલા કરે જી રે! ...શાણાં.

માથે ઓઢી રોજ ફરીએ આંગણીએ ઊભીયે જી રે!

કોઈ કહે કોની દીકરી વડલા કરીએ જી રે! ...શાણાં.

વાતો કરતાં હસીને બોલીએ જી રે!

કોઈ કહે છે કજાત નારી વડલા કરીએ જી રે! ...શાણાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, પદ્મજા ચંદરવાકર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964