motar aawe mastani - Lokgeeto | RekhtaGujarati

મોટર આવે મસતાની

motar aawe mastani

મોટર આવે મસતાની

પોરબંદર શે’ર એક ફરતી કનેરી,

ફરતી મેલાવો ફૂલઝારી, મારા વા’લા, હવેલી બની છે;

દીતવાર મંગળવાર દાદા પધારશે,

મોટર આવે મસતાની,3 મારા વા’લા, હવેલી બની છે.

જામનગર શે’ર એક ફરતી કનેરી,

ફરતી મેલાવો ફૂલઝારી, મારા વા’લા, હવેલી બની છે;

દિતવાર મંગળવાર કાકા પધારશે,

મોટર આવે મસતાની, મારા વા’લા, હવેલી બની છે.

રાજકોટ શેર એક ફરતી કનેરી,

ફરતી મેલાવો ફૂલઝારી, મારા વા’લા, હવેલી બની છે

દિતવાર મંગળવાર મામા પધારશે,

મોટર આવે મસતાની, મારા વા’લા, હવેલી બની છે.

ભાવનગર શે’ર એક ફરતી કનેરી,

ફરતી મેલાવો ફૂલઝારી, મારા વા’લા, હવેલી બની છે

દિતવાર મંગળવાર વીરોજી પધારશે,

મોટર આવે મસતાની, મારા વાલા, હવેલી બની છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968