lal piyari Dholo - Lokgeeto | RekhtaGujarati

લાલ પિયારી ઢોલો

lal piyari Dholo

લાલ પિયારી ઢોલો

ઢોલો રાણો ખાંડે રે રાય ચોખલા,

ઓલી ગોમતી સોવે છે શાળ;

ઢોલ, ખોટું બોલો, ને ઢોલ જુઠું બોલો, ને

મારો લાલ પિયારી ઢોલો!

હરવેં હરવેં સોજે રે શાળ ગોમતી,

તારાં આણલાં આવશે કાલ;

ઢોલ, ખોટું બોલો, ને ઢોલ જુઠું બોલો, ને

મારો લાલ પિયારી ઢોલો!

પોર શે’ર જાજે, ને લગનિયાં લઈ આવજે,

ઓલી ગોમતી જોવે છે વાટ;

ઢોલ, ખોટું બોલો, ને ઢોલ જુઠું બોલો, ને

મારો લાલ પિયારી ઢોલો!

ઢોલો રાણો ખાંડે રે શાળ ચોખલા,

ઓલી ગોમતી સોવે છે શાળ;

ઢોલ, ખોટું બોલો, ને ઢોલ જુઠું બોલો, ને

મારો લાલ પિયારી ઢોલો!

હરવેં હરવેં સોજે રે શાળ ગોમતી,

તારાં આણલાં આવશે કાલ;

ઢોલ, ખોટું બોલો, ને ઢોલ જુઠું બોલો, ને

મારો લાલ પિયારી ઢોલો!

છાયા શે’ર જાજે, ને ચુંદડી લઈ આવજે,

ઓલી ગોમતી જોવે છે વાટ;

ઢોલ, ખોટું બોલો, ને ઢોલ જુઠું બોલો, ને

મારો લાલ પિયારી ઢોલો!

ઢોલો રાણો ખાંડે રે ચોખલા,

ઓલી ગોમતી સોવે છે શાળ;

ઢોલ, ખોટું બોલો, ને ઢોલ જુઠું બોલો, ને

મારો લાલ પિયારી ઢોલો!

હરવેં હરવેં સોજે રે સાળ ગોમતી,

તારાં આણલાં આવશે કાલ;

ઢોલ, ખોટું બોલો, ને ઢોલ જુઠું બોલો, ને

મારો લાલ પિયારી ઢોલો!

ચિતળ શે’ર જાજે ને ચુડલા લઈ આવજે,

ઓલી ગોમતી જોવે છે વાટ;

ઢોલ, ખોટું બોલો, ને ઢોલ જુઠું બોલો ને,

મારો લાલ પિયારી ઢોલો!

ઢોલો રાણો ખાંડે રે રાય ચોખલા,

ઓલી ગોમતી સોવે છે શાળ;

ઢોલ, ખોટું બોલો, ને ઢોલ જુઠું બોલો, ને

મારો લાલ પિયારી ઢોલો!

હરવેં હરવેં સોજે રે શાળ ગોમતી,

તારાં આણલાં આવશે કાલ;

ઢોલ ખોટું બોલો, ને ઢોલ જુઠું બોલો, ને

મારો લાલ પિયારી ઢોલો!

ઝાલાવાડ જાજે, ને ઝુમણાં લઈ આવજે,

ઓલી ગોમતી જોવે છે વાટ;

ઢોલ, ખોટું બોલો, ને ઢોલ જુઠું બોલો, ને

મારો લાલ પિયારી ઢોલો.!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા, ભાઈલાલ એન. પટેલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968