jaylo hendwani - Lokgeeto | RekhtaGujarati

જાયલો હેંદવાણી

jaylo hendwani

જાયલો હેંદવાણી

તૈણ ટકા ટકાની તૈણ કાંહુ, ’લ્યા, જાયલા હેંદવાણી,

તું એકવાર હાંહાં શે’ર જાજે, ’લ્યા, જાયલા હેંદવાણી.

તું હાંહાંની હાંહલડી લાય, ’લ્યા જાયલા હેંદવાણી.

તું લાય તો બે જોડ લાય, ’લ્યા જાયલા હેંદવાણી.

તારી માનેતી મજરો માણે, ’લ્યા જાયલા હેંદવાણી.

તારી અળખામણી આંહુડાં લુએ ’લ્યા જાયલા હેંદવાણી.

તારી કાળોતરી ડોળા તાણે, ’લ્યા જાયલા હેંદવાણી.

તૈણ ટકા ટકાની તૈણ કાંહું, ’લ્યા જાયલા હેંદવાણી.

તું એકવાર ઘોઘા શે’ર જાજે, ’લ્યા જાયલા હેંદવાણી.

તું ઘોઘાના ઘાઘરા લાય, ’લ્યા જાયલા હેંદવાણી.

તું લાય તો બે જોડ લાય, ’લ્યા જાયલા હેંદવાણી.

તારી માનેતી મજરો માણે, ’લ્યા જાયલા હેંદવાણી.

તારી અળખામણી આંહુડાં, લુએ, ’લ્યા જાયલા હેંદવાણી.

તારી કાળોતરી ડોળા તાણે, ’લ્યા જાયલા હેંદવાણી.

તૈણ ટકા ટકાની તારી કાંહુ, ’લ્યા જાયલા હેંદવાણી.

તું એકવાર કડી શે’ર જાજે, ’લ્યા જાયલા હેંદવાણી.

તું કડીનાં કડલાં લાય, ’લ્યા જાયલા હેંદવાણી.

તું લાય તો બે જોડ લાય, ’લ્યા જાયલા હેંદવાણી.

તારી માનેતી મજરો માણે, ’લ્યા જાયલા હેંદવાણી.

તારી અળખામણી આંહુડાં લુએ, ’લ્યા જાયલા હેંદવાણી.

તારી કાળોતરી ડોળા તાણે, ’લ્યા જાયલા હેંદવાણી.

તૈણ ટકા ટકાની તારી કાંહું, ’લ્યા જાયલા હેંદવાણી.

રસપ્રદ તથ્યો

આ ગીત સાણંદ તાલુકાના પૂંજીબહેને સહિયરુંના સાથમાં ગાઈ સંભળાવેલ છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 179)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968