સેમાડે ગઈ તારે
semaDe gai tare
સેમાડે ગઈ તારે હોલો રે બોલ્યો,
ગોળાની મારનારી આવી હો. ફૂદી લો.
ભાગોળે ગઈ તારે કૂતરું ભસ્યું,
બૂહલાની મારનારી આવી હો. ફૂદી લો.
નેવે રે આવી તારે ચકલી બોલી,
માળાની પાડનારી આવી હો. ફૂદી લો.
ઘરમાં ગઈ તારે ઉંદર બોલ્યા,
ઉંદરની ઝાલનારી આવી હો. ફૂદી લો.
semaDe gai tare holo re bolyo,
golani marnari aawi ho phudi lo
bhagole gai tare kutarun bhasyun,
buhlani marnari aawi ho phudi lo
newe re aawi tare chakli boli,
malani paDnari aawi ho phudi lo
gharman gai tare undar bolya,
undarni jhalnari aawi ho phudi lo
semaDe gai tare holo re bolyo,
golani marnari aawi ho phudi lo
bhagole gai tare kutarun bhasyun,
buhlani marnari aawi ho phudi lo
newe re aawi tare chakli boli,
malani paDnari aawi ho phudi lo
gharman gai tare undar bolya,
undarni jhalnari aawi ho phudi lo



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 219)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જગજીવનદાસ દયાળજી મોદી અને જગમોહન મોદી
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957