saurashtranun tipni nrityagit - Lokgeeto | RekhtaGujarati

સૌરાષ્ટ્રનું ટીપણી નૃત્યગીત

saurashtranun tipni nrityagit

સૌરાષ્ટ્રનું ટીપણી નૃત્યગીત

પરણ્યો ગ્યોતો મુંબીની ખેપે રે

ન્યાંથી લાવ્યો કણબણ શોક્ય રે

એના સાટુ કાંબીઓ ઘડાવી રે

અમને ઘડાવ્યા ખોટા ખાંપિયા.

ધીરાં બોલો ઘરડાંની નાર રે

સામેને ઓરડીએ માનેતી સાંભળે.

સાંભળશે તો તમને દેશે ગાળ રે

અમારી સાથે તે લેશે રૂસણાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 100)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનુભાઈ જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959