મારી માડીના બારણે મોગરો
mari maDina barne mogro
મારી માડીના બારણે મોગરો, હું તો ફુલડાં વીણતી રમું રે;
રાજ, મારી માડીના ઘર કેમ વીસરું?
મારી સાસુના બારણે બાવળીયો, હું તો કાંટા વીણતી રડું રે;
રાજ, મારી માડીના ઘર કેમ વીસરું?
મારી માતાની બારણે હીંચકો, હું તો હીંચકા ગાતી રમું રે;
રાજ, મારી માડીના ઘર કેમ વીસરું?
મારા સાસરાને બારણે ખાંડણિયો, હું તો ચોખા ખાંડતી રડું રે;
રાજ, મારી માડીના ઘર કેમ વીસરું?
મારી બેનીના વાળ્યા ચોટલા રે, તેમાં પાંચ પાંચ ફૂલડાં ઘાલ્યાં રે;
રાજ, મારી માડીના ઘર કેમ વીસરું?
મારી નણંદના વાળ્યા ચોટલા રે, એમાં પાંચ પાંચ વિછુડા ઘાલ્યા રે;
રાજ, મારી માડીના ઘર કેમ વીસરું?
મારી માતાએ શીરો શેક્યો રે, તેમાં ઘીની રેલમ છેલ રે;
રાજ, મારી માડીના ઘર કેમ વીસરું?
મારી સાસુએ શીરો શેક્યો રે, તેમાં દિવેલની રેલમ છેલ રે;
રાજ, મારી માડીના ઘર કેમ વીસરું?
mari maDina barne mogro, hun to phulDan winti ramun re;
raj, mari maDina ghar kem wisrun?
mari sasuna barne bawliyo, hun to kanta winti raDun re;
raj, mari maDina ghar kem wisrun?
mari matani barne hinchko, hun to hinchka gati ramun re;
raj, mari maDina ghar kem wisrun?
mara sasrane barne khanDaniyo, hun to chokha khanDti raDun re;
raj, mari maDina ghar kem wisrun?
mari benina walya chotla re, teman panch panch phulDan ghalyan re;
raj, mari maDina ghar kem wisrun?
mari nanandna walya chotla re, eman panch panch wichhuDa ghalya re;
raj, mari maDina ghar kem wisrun?
mari mataye shiro shekyo re, teman ghini relam chhel re;
raj, mari maDina ghar kem wisrun?
mari sasue shiro shekyo re, teman diwelni relam chhel re;

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 182)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાની.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966