આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો
aaj re sapnaman mein to Dolto Dungar ditho jo
આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો;
ખળખળતી નદીઉં રે સાહેલી મારા સપનામાં.
આજ રે સપનામાં મેં તો ઘમ્મર વલોણું દીઠું જો;
દહીં દૂધના વાટકડા રે સાહેલી મારા સપનામાં.
આજ રે સપનામાં મેં તો લવીંગ લાકડી દીઠી જો;
ઢીંગલાં ને પોતિયાં રે સાહેલી મારા સપનામાં.
આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો;
સોનાની થાળી રે સાહેલી મારા સપનામાં.
આજ રે સપનામાં મેં તો પારસ પીપળો દીઠો જો;
તુલસીનો ક્યારો રે સાહેલી મારા સપનામાં.
આજ રે સપનામાં મેં તો ગુલાબી ગોટો દીઠો જો;
ફુલડિયાંની ફોર્યું રે સાહેલી મારા સપનામાં.
ડોલતો ડુંગર ઈ તો અમારો સસરો જો;
ખળખળતી નદીયું રે સાસુજી મારાં નાતાં’તાં.
લવીંગ લાકડી ઈ તો અમારો દેર જો;
ઢીંગલે પોતિયે રે દેરાણી મારાં જમતાં’તાં.
જટાળો જોગી ઈ તો અમારો નણદોઈ જો;
સોનાની થાળીએ રે નણંદી મારાં ખાતાં’તાં.
પારસ પીપળો ઈ તો અમારો ગોર જો;
તુલસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં.
ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો;
ફુલડિયાંની ફોર્યું રે સાહેલી મારી ચૂંદડીમાં.
aaj re sapnaman mein to Dolto Dungar ditho jo;
khalakhalti nadiun re saheli mara sapnaman
aj re sapnaman mein to ghammar walonun dithun jo;
dahin dudhna watakDa re saheli mara sapnaman
aj re sapnaman mein to lawing lakDi dithi jo;
Dhinglan ne potiyan re saheli mara sapnaman
aj re sapnaman mein to jatalo jogi ditho jo;
sonani thali re saheli mara sapnaman
aj re sapnaman mein to paras piplo ditho jo;
tulsino kyaro re saheli mara sapnaman
aj re sapnaman mein to gulabi goto ditho jo;
phulaDiyanni phoryun re saheli mara sapnaman
Dolto Dungar i to amaro sasro jo;
khalakhalti nadiyun re sasuji maran natan’tan
lawing lakDi i to amaro der jo;
Dhingle potiye re derani maran jamtan’tan
jatalo jogi i to amaro nandoi jo;
sonani thaliye re nanandi maran khatan’tan
paras piplo i to amaro gor jo;
tulsino kyaro re gorani maran pujtan’tan
gulabi goto i to amaro paranyo jo;
phulaDiyanni phoryun re saheli mari chundDiman

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 184)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાની.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966