sat soparino jhumkho - Lokgeeto | RekhtaGujarati

સાત સોપારીનો ઝૂમખો

sat soparino jhumkho

સાત સોપારીનો ઝૂમખો

સાત સોપારીનો ઝૂમખો રે ભાઈ ડાકમડોળ.

એક બહેરી ને બીજી બોબડી રે ભાઈ ડાકમડોળ.

ત્રીજીનો તૂટ્યો કાન રે ભાઈ ડાકમડોળ.

ચોથી મુસલમાન રે ભાઈ ડાકમડોળ.

પાંચમી પથ્થર સમાન રે ભાઈ ડાકમડોળ.

છઠ્ઠીને નહીં મળે ભાન રે ભાઈ ડાકમડોળ.

સાતમીને નહીં મળે સાન રે ભાઈ ડાકમડોળ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 297)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, દા. ગો. બોરસે, સુમન મૂળશંકર મહેતા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957