sat bhaiono kuwDo - Lokgeeto | RekhtaGujarati

સાત ભાઈઓનો કૂવડો

sat bhaiono kuwDo

સાત ભાઈઓનો કૂવડો

સાત ભાઈઓનો કૂવડો, સાત ભાઈઓનો કૂવડો.

સાત રાણીઓ પાણી જાય રે, જળ માછલે ખાધી જાય.

પગમાં ઝાંઝર ઝળચ્યો રે, પગમાં ઝાંઝર ઝળચ્યો રે.

દરિયામાં માછલ હળચ્યો રે. જળ માછલે ખાધી જાય.

ભોઈઓએ નાખી જાળો, ભોઈઓએ નાખી જાળો

માછલો પકડી લીધો રે જળ માછલે ખાધી જાય.

માછલો નાખ્યો ગાડી રે, માછલો નાખ્યો ગાડીએ રે.

ગાડી ધમાધમ થાય. જળ માછલે ખાધી જાય.

માછલો નાખ્યો સોવટે રે, માછલો નાખ્યો સોવટે રે.

આખી માજમ જોવા જાય રે. જળ માછલે ખાધી જાય.

માછલા તારાં ભીંગડાં, માછલા તારાં ભીંગડાં,

મારે શું શું આવે કામ રે. જળ માછલે ખાધી જાય.

રાણીને સોયે આરસી, રાણીને સોયે આરસી,

રાજાને સોયે ગેદાલ ઢાળ રે. જળ માછલે ખાધી જાય.

માછલા તારી પૂંછડી, માછલા તારી પૂંછડી,

મારે શું શું આવે કામ રે. જળ માછલે ખાધી જાય.

રાણીને સોયે કાંસકી, રાણીને સોયે કાંસકી,

રાજાને સોયે દાઢી મૂછ રે. જળ માછલે ખાધી જાય.

માછલા તારી આંખો રે, માછલા તારી આંખો રે.

મારે શું શું આવે કામ રે. જળ માછલે ખાધી જાય.

રાજાને સોયે હાર, રાણીને સોયે હાર,

રાણીને સોયે હાર. જળ માછલે ખાધી જાય.

સાત ભાઈઓનો કૂવડો, સાત ભાઈઓનો કૂવડો

સાતે રાણીઓ પાણી જાય રે. જળ માછલે ખાધી જાય.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 167)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959