sasuwahu 2 - Lokgeeto | RekhtaGujarati

સાસુવહુ - ૨

sasuwahu 2

સાસુવહુ - ૨

સાસુ જઈ’તી શેરીએ,

મેં જઈ’તી બજાર,

ઝોલો લાયગો રે મારી જેઠાણી.

સાસુ લાવી કોદરા,

મેં લાવી ઝીણા ઘઉં, ઝોલો.

સાસુએ રાંઈધાં ભૈડકાં,

મેં રાંઈધો ઝીણો કંસાર, ઝોલો.

સાસુના પરોણા જમવા બેઠા,

ભલા જમે એના વીર, ઢોલો.

સાસુના પરોણા જમી ઊઈઠા,

ભલે જમે મારા વીર, ઝોલો.

સાસુએ લીધું સાંભેલું,

મેં લીધી ઝીણી રાશ, ઝોલો.

સાસુનું સાંબેલું ભાંગી ગયું,

ભલી ઘૂમે મારી રાશ, ઝોલો.