sasuwahu 1 - Lokgeeto | RekhtaGujarati

સાસુવહુ - ૧

sasuwahu 1

સાસુવહુ - ૧

માડીને આંગણે આંબલી રે, મારા નંદાનાં લાલ!

મેં ને મારી માડી ચડિયાં રે, મારા નંદાનાં લાલ!

માડીની ડાળો ફહાંઈઓ રે, મારા નંદાનાં લાલ!

માડી પડીને મને રોજું આયવું, મારા નંદાનાં લાલ!

ઓળીચોળીને માથાં ગૂંથતી ઊતી મારા નંદાનાં લાલ!

સાસુને આંગણે બોરલી રે, મારા નંદાનાં લાલ!

મેં ને મારી સાસુ ચડિયાં રે, મારા નંદાનાં લાલ!

સાસુની ડાળો કકડિયો રે, મારા નંદાનાં લાલ!

સાસુ પડી તો મને સારું લાઈગું. મારા નંદાનાં લાલ!

મધમધ રાતની ઉઠાડતી ઊતી, મારા નંદાનાં લાલ!

મણ મણ દૈ’ણું દળાવતી ઊતી, મારા નંદાનાં લાલ!

મળખે વાસીદાં ભરાવતી ઊતી, મારા નંદાનાં લાલ!

મધ મધ રાતે પાણી ભરાવતી ઊતી, મારા નંદાનાં લાલ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 157)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957