sasu wahuno jhaghDo - Lokgeeto | RekhtaGujarati

સાસુ-વહુનો ઝઘડો

sasu wahuno jhaghDo

સાસુ-વહુનો ઝઘડો

ઊઠો ને બાઈજી શિરામણ પીરસો, શિરામણ વેળા થઈ જી,

વાડામાં વાસીદાં પડિયાં, ગોળામાં મળે પાણી જી.

જો જે રે બાઈ પડોશણ, તું મારી વહુવારુના ઢગ બાઈ જી,

ચાર-પાંચ બેડાં પાણી ભરી આવ્યાં, વાડામાં નાખ્યાં, બાઈ જી.

ઊઠો ને બાઈજી, શિરામણ પીરસો, શિરામણ વેળા થઈ જી,

સાવરણાનાં માર માર્યા, ઢીંકા માર્યા પાંચ, બાઈ જી.

મચરક દઈને મેડીએ ચડિયાં, રીસાણાં રાધા નાર, બાઈ જી,

ઊઠો ને માતા, નોંઝણાં લાવો, દોવા વેળા થઈ જી.

અમને શું પૂછો કાળા કાનજી, બોલાવો રાધા નાર, બાઈ જી,

પાલી કોદરા લ્યો મોરી મા, લઈને નોખા થાવ, માઈ જી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 293)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968