ruDi wenu wage chhe - Lokgeeto | RekhtaGujarati

રૂડી વેણુ વાગે છે

ruDi wenu wage chhe

રૂડી વેણુ વાગે છે

વાગે છે રૂડી વેણુ કાનાના વનમાં રે,

કાનાના વનમાં રે, પ્રભુના વનમાં રે;

વાગે છે રૂડી વેણુ કાનાના વનમાં રે.

સૈયર તારે સારૂ મેં કામ મેલ્યું મારૂં,

અલધાર વેગે જાયેં, કાનાના વનમાં રે;

વાગે છે રૂડી વેણુ કાનાના વનમાં રે.

કાનાના વનમાં રે, પ્રભુના વનમાં રે

વાગે છે રૂડી વેણુ કાનાના વનમાં રે.

દેરાણી જેઠાણી બેડે ભરે છે પાણી,

વાંસે રે આવી નણદી કાનાના વનમાં રે;

વાગે છે રૂડી વેણુ કાનાના વનમાં રે.

કાનાના વનમાં રે, પ્રભુના વનમાં રે,

વાગે છે રૂડી વેણુ કાનાના વનમાં રે,

ગોવરધનધારી શ્રી કૃષ્ણ મોરારી,

ચરણ ઉતારી લઈએ કાનાના વનમાં;

વાગે છે રૂડી વેણ કાનાના વનમાં રે.

કાનાના વનમાં રે, પ્રભુના વનમાં રે,

વાગે છે રૂડી વેણુ કાનાના વનમાં રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, હરિભાઈ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968