ker kanto wagyo - Lokgeeto | RekhtaGujarati

કેર કાંટો વાગ્યો

ker kanto wagyo

કેર કાંટો વાગ્યો

કેરાળાને કુવે હું તો પાણી ગઈ’તી રે,

મને કેર કાંટો લાગ્યો.

સસરાજીને તીરથ કરવા મેલો, સાસુડી તેની સાથે;

મને કેર કાંટો લાગ્યો.

કેરાળાને કુવે હું તો પાણી ગઈ’તી રે,

મને કેર કાંટો લાગ્યો.

જેઠજીને પેઢી ઉપર મેલો, જેઠાણી મોટે ફળિયે;

મને કેર કાંટો લાગ્યો.

કેરાળાને કુવે હું તો પાણી ગઈ’તી રે,

મને કેર કાંટો લાગ્યો.

દેરજીને ઘોડાં ખેલવા મેલો, દેરાણી એને પિયર ;

મને કેર કાંટો લાગ્યો.

કેરાળાને કુવે હું તો પાણી ગઈ’તી રે,

મને કેર કાંટો લાગ્યો.

સંદેશા મેલો ને માણસ દોડાવો, મારા પરણ્યાને તેડાવો;

મને કેર કાંટો લાગ્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968