gokulman garbo - Lokgeeto | RekhtaGujarati

ગોકુલમાં ગરબો

gokulman garbo

ગોકુલમાં ગરબો

ગોકુલમાં ગરબો, ગોપીમાં ગરબે, ઘૂમે મોહનજી.

સસરાજી રમવા, સાસુજી ભમવા મેલો મોહનજી.

ઘણું મૈયરિયે, ઘણું પિયરિયે રમ્યા વવારૂ.

હવે કસટિયામાં, હવે ભીંસટિયામાં આવ્યાં વવારૂ.

ગોકુલમાં ગરબો, ગોપીમાં ગરબો, ઘૂમે મોહનજી.

જેઠજી રમવા, જેઠાણી ભમવા મેલો મોહનજી.

ઘણું મૈયરિયે, ઘણું પિયરિયે રમ્યાં વવારૂ.

હવે કસટિયામાં, હવે ભીંસટિયામાં આવ્યાં વવારૂ.

ગોકુલમાં ગરબો, ગોપીમાં ગરબો, ઘૂમે મોહનજી.

દેરજી રમવા, દેરાણી ભમવા મેલો મોહનજી.

ઘણું મૈયરિયે, ઘણું પિયરિયે, રમ્યાં ભાભીજી.

હવે કસટિયામાં, હવે ભીંસટિયામાં આવ્યાં ભાભીજી.

ગોકુલમાં ગરબો, ગોપીમાં ગરબો, ઘૂમે મોહનજી.

પિયુજી રમવા, પિયુજી ભમવા મેલો મોહનજી.

ઘણું પિયરિયે, ઘણું મૈયરિયે રમ્યાં ગોરાંદે.

હવે કસટિયામાં, હવે ભીંસટિયામાં આવ્યાં ગોરાંદે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968