સાસરે જાય ત્યારે
sasre jay tyare
ઓટલી પોટલી બાંધ લાડી ચાલ વેલોળી
માની માયા છોડ લાડી ચાલ વેલોળી
સાસુની માયા લે રે લાડી ચાલ વેલોળી ....ઓટલી.
બાપુની માયા મેલ લાડી ચાલ વેલોળી
સસરાની માયા લે રે લાડી ચાલ વેલોળી ....ઓટલી.
ભાઈની માયા છોડ લાડી ચાલ વેલોળી
દિયેરની માયા લે રે લાડી ચાલ વેલોળી ....ઓટલી.
otli potli bandh laDi chaal weloli
mani maya chhoD laDi chaal weloli
sasuni maya le re laDi chaal weloli otli
bapuni maya mel laDi chaal weloli
sasrani maya le re laDi chaal weloli otli
bhaini maya chhoD laDi chaal weloli
diyerni maya le re laDi chaal weloli otli
otli potli bandh laDi chaal weloli
mani maya chhoD laDi chaal weloli
sasuni maya le re laDi chaal weloli otli
bapuni maya mel laDi chaal weloli
sasrani maya le re laDi chaal weloli otli
bhaini maya chhoD laDi chaal weloli
diyerni maya le re laDi chaal weloli otli



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 109)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, વાડીલાલ ઠક્કર.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1959