sasre jay tyare - Lokgeeto | RekhtaGujarati

સાસરે જાય ત્યારે

sasre jay tyare

સાસરે જાય ત્યારે

ઈયે ડાલે પલે ડાલે રમે મારા મહેશભાઈ રે

રમરમતાં રમરમતાં જડી મારી સોના વીંટી રે

વીંટી જોવ વીંટી જોવ રડે મારી સુધાબે’ન રે

ઈયે ડાલે પલે ડાલે રમે મારા મહેશભાઈ રે

રમરમતાં રમરમતાં જડી મારી સોના બંગડી રે

બંગડી જોવ બંગડી જોવ રડે મારી સુધાબેન રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 110)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, વાડીલાલ ઠક્કર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959