sasariyun ane maiyariyun 1 - Lokgeeto | RekhtaGujarati

સાસરિયું અને મૈયરિયું - ૧

sasariyun ane maiyariyun 1

સાસરિયું અને મૈયરિયું - ૧

મેંદીનું મોટું ઝાડ મેંદી લેવા જઈ’તી.

મારી સાસુ કે’ વહુ પાણીલાં જાવ ને.

હું એવી ગાંડી લાલ,

બેડું ફોડી લાવું લાલ, મેંદી મોટું ઝાડ, મેંદી.

મારી સાસુ કે’ વહુ નણદી રમાડો.

હું એવી ગાંડી લાલ,

‘ગબ’ ગોદો મેલું લાલ, મેંદી મોટું ઝાડ, મેંદી.

મારી માડી કે’ દીકરી પાણીલાં જાવ ને.

હું એવી ડાહી લાલ,

ધમકે બેડું લાવું લાલ, મેંદી મોટું ઝાડ, મેંદી.

મારી માડી કે’ દીકરી બે’ની રમાડો.

હું એવી ડાહી લાલ,

ઘૂઘરે રમાડું લાલ, મેંદી મોટું ઝાડ, મેંદી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 160)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957