sarkhi saheli paniDan jyan’tan; - Lokgeeto | RekhtaGujarati

સરખી સાહેલી પાણીડાં જ્યાં’તાં;

sarkhi saheli paniDan jyan’tan;

સરખી સાહેલી પાણીડાં જ્યાં’તાં;

સરખી સાહેલી પાણીડાં જ્યાં’તાં;

ગરુનાં દરશન થયાં, ગરુ વના ચ્યમ રહિયે?

ચ્યમ રહિયે, ગરુ વના ચ્યમ રહિયે?

કૂવાને કાંઠે ચાર સાધુડા આયા?

લાવો બેનીબા પાણી, ગરુ વના ચ્યમ રહિયે?

ચ્યમ રહિયે, ગરુ વના ચ્યમ રહિયે?

ઘડો ના બૂડે, મારી રાશ ના પહોંચે,

કેમ કરી પાણીડાં પાઉં? ગરુ વના ચ્યમ રહિયે?

ચ્યમ રહિયે, ગરુ વના ચ્યમ રહિયે?

ચીર પાડીને બઈએ પાણીડાં કાઢ્યાં,

લ્યો લ્યો સાધુરામ પાણી, ગરુ વના ચ્યમ રહિયે?

ચ્યમ રહિયે, ગરુ વના ચ્યમ રહિયે?

નુગરાનું પાણી અમે પીતા નથી,

કંઠી બંધાવો પાણી પીયે, ગરુ વના ચ્યમ રહિયે?

ચ્યમ રહિયે, ગરુ વના ચ્યમ રહિયે?

કૂવાને કાંઠે બઈએ પાટ મંડાયો,

જોત્યુંના દર્શન કીધાં, ગરુ વના ચ્યમ રહિયે?

ચ્યમ રહિયે, ગરુ વના ચ્યમ રહિયે?

કંઠી બંધાવી બાઈ ઘરે પધાર્યાં,

નાના દીયોરે વાત જાણી, ગરુ વના ચ્યમ રહિયે?

ચ્યમ રહિયે, ગરુ વના ચ્યમ રહિયે?

કંઠી છોડો તો મારા ઘરમાં પધારો,

નહિ તો ઝાંપે ઝૂંપડાં વાળો, ગરુ વના ચ્યમ રહિયે?

ચ્યમ રહિયે, ગરુ વના ચ્યમ રહિયે?

કંઠી ના છોડું, તારા ઘરમાં ના આવું,

ઝાંપે ઝૂંપડું વાળું, ગરુ વના ચ્યમ રહિયે?

ચ્યમ રહિયે, ગરુ વના ચ્યમ રહિયે?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 149)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જગદીશ ચાવડા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966