santakukDi - Lokgeeto | RekhtaGujarati

સંતાકૂકડી

santakukDi

સંતાકૂકડી

અમે સાસુ ને બે વહુઓ રે,

પૂનેમ ના’વા ગ્યાં’તા રે.

અમે પૂનેમ ના’યાં ને પડવો,

બીજે પાછાં વળિયાં રે.

મારી નાની નણંદીનો એ,ક વીરો રે,

નીત ગોકુળમાં તેડે રે,

નીત ગોકુળમાં તેડે રે.

મને બેવડી રાસે રમાડે!

મને બેવડી રાસે રમાડે,

મારાં આછાં છાયલ ફાટે.

મારા દરોપરાના દરજી,

વેગે વહેલા આવો.

તારી સોય છે સોનાની,

તારો દોરો છે રૂપાનો.

તારું સાંધ્યાનું સવૈયું.

ટ્યાનો રૂપિયો.

મારી સાસુ ના જાણે સાંઈધાં,

મારી નણદી ના જાણે ઓઈટાં,

મારી જેઠાણી ના જાણે બખિયા,

પાલવે હરિવર લખિયા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 194)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957