wa’lamane kaje - Lokgeeto | RekhtaGujarati

વા’લમાને કાજે

wa’lamane kaje

વા’લમાને કાજે

વા’લો વનોમેં ચારે ગાવઙી રે,

હું તો શેની મોશે જોવા જઈશ;

મારો વા’લો વગાઙે વોંસળી રે.

હું તો કાખોમેં ઘાલીશ બેડલાં રે,

હું તે પોંણી મોશે જોવા જઈશ;

મારો વા’લો વગાઙે વોંસળી રે.

હું તો હાથોમેં ઝાલીશ બંધીયા રે,

હું તો લાકઙાં મોશે જોવા જઈશ;

મારો વા’લો વગાડે વોંસળી રે.

હું તો કાખોમેં ઘાલીશ ટોપલા રે,

હું તો છોણાં મોશે જોવા જઈશ;

મારો વા’લો વગાડે વોંસળી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 236)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966