પાલી મગ
pali mag
પાલી મગ
pali mag
સોમાશેઠ! તમે ડભોઈ જાજો રે,
ડભોઈ જાવ તો કે’તા જજો રે.
પાલી મગ મારા લેતા જાજો રે,
પાલી મગનું પટોળું લાવજો!
હાળી લાવજો,
દોરી લાવજો,
પાન સોપારી
ને પાનનું બીડું
સાથે લાવજો;
વધે તે મગ મારા પાછા લાવજો!
somasheth! tame Dabhoi jajo re,
Dabhoi jaw to ke’ta jajo re
pali mag mara leta jajo re,
pali maganun patolun lawjo!
hali lawjo,
dori lawjo,
pan sopari
ne pananun biDun
sathe lawjo;
wadhe te mag mara pachha lawjo!
somasheth! tame Dabhoi jajo re,
Dabhoi jaw to ke’ta jajo re
pali mag mara leta jajo re,
pali maganun patolun lawjo!
hali lawjo,
dori lawjo,
pan sopari
ne pananun biDun
sathe lawjo;
wadhe te mag mara pachha lawjo!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 234)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, શંકરભાઈ સોમાભાઈ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966