બીજી પરણાવું
biji parnawun
વાડે વાડે વાલોળિયો રે લોલ,
કયી વોવ ફૂલ લેવા જાય જો,
જોબો મેલાવું ગુલાબનો રે લોલ!
રેવા વોવ ફૂલ લેવા જાય જો,
જોબો મેલાવું ગુલાબનો રે લોલ!
રેવા વોવને લઈ ગયા ચોર જો!
જોબો મેલાવું ગુલાબનો રે લોલ!!
ઓટલે બેઠા કયા ભઈ રૂવે રે લોલ;
ઓટલે બેઠા શંકરભઈ રૂવે રે લોલ!
ના રુવીશ મોરા વીર જો!
જોબો મેલાવું ગુલાબનો રે લોલ!
કાલે પઈણાવું એના દેશમાં રે લોલ,
એના જેવી ને એના જેવડી રે લોલ;
એના નામે નામ જો!
જોબો મેલાવું ગુલાબનો રે લોલ!
waDe waDe waloliyo re lol,
kayi wow phool lewa jay jo,
jobo melawun gulabno re lol!
rewa wow phool lewa jay jo,
jobo melawun gulabno re lol!
rewa wowne lai gaya chor jo!
jobo melawun gulabno re lol!!
otle betha kaya bhai ruwe re lol;
otle betha shankarabhi ruwe re lol!
na ruwish mora weer jo!
jobo melawun gulabno re lol!
kale painawun ena deshman re lol,
ena jewi ne ena jewDi re lol;
ena name nam jo!
jobo melawun gulabno re lol!
waDe waDe waloliyo re lol,
kayi wow phool lewa jay jo,
jobo melawun gulabno re lol!
rewa wow phool lewa jay jo,
jobo melawun gulabno re lol!
rewa wowne lai gaya chor jo!
jobo melawun gulabno re lol!!
otle betha kaya bhai ruwe re lol;
otle betha shankarabhi ruwe re lol!
na ruwish mora weer jo!
jobo melawun gulabno re lol!
kale painawun ena deshman re lol,
ena jewi ne ena jewDi re lol;
ena name nam jo!
jobo melawun gulabno re lol!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 235)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, શંકરભાઈ સોમાભાઈ તડવી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966