કાળીપરજનું લોકગીત
kaliparajanun lokgit
ચાલ રે છોકરી! ટોપલો લઈને, છાણાં વેણવા જઈએ રે;
છાણાં વેણતાં છાંજ પડી, અવડે કાંઈ જઈએ રે!
ચાલ રે છોકરી! નરાજ લઈને, તળાવ બાંધવા જઈએ;
તળાવ બાંધતાં છાંજ પડી, અવડે કાંઈ જઈએ રે?
ચાલ રે છોકરી! માટલું લઈને પાણી ભરવા જઈએ રે;
પાણી ભરતાં છાંજ પડી, અવડે કાંઈ જઈએ રે?
ચાલ રે છોકરી! ગાડી લઈને, લાકડાં લેવા જઈએ રે;
લાકડાં લેતાં છાંજ પડી, અવડે કાંઈ જઈએ રે?
ચાલ રે છોકરી! ટોપલી લઈને, પાતરાં વણવાં જઈએ રે;
પાતરાં વણતાં છાંજ પડી, અવડે કાંઈ જઈએ રે?
ચાલ રે છોકરી! ટોપલી લઈને આમલી પાડવા જઈએ રે;
આમલી પાડતાં છાંજ પડી, અવડે કાંઈ જઈએ રે?
ચાલ રે છોકરી! ટોપલી લઈને આંબા પાડવા જઈએ રે;
આંબા પાડતાં છાંજ પડી, અવડે કાંઈ જઈએ રે?
ચાલ રે છોકરી! ચાલ રે છોકરી, રમત કરવા જઈએ રે;
રમતાં કરતાં છાંજ પડી, અવડે કાંઈ જઈએ રે?
chaal re chhokri! toplo laine, chhanan wenwa jaiye re;
chhanan wentan chhanj paDi, awDe kani jaiye re!
chaal re chhokri! naraj laine, talaw bandhwa jaiye;
talaw bandhtan chhanj paDi, awDe kani jaiye re?
chaal re chhokri! matalun laine pani bharwa jaiye re;
pani bhartan chhanj paDi, awDe kani jaiye re?
chaal re chhokri! gaDi laine, lakDan lewa jaiye re;
lakDan letan chhanj paDi, awDe kani jaiye re?
chaal re chhokri! topli laine, patran wanwan jaiye re;
patran wantan chhanj paDi, awDe kani jaiye re?
chaal re chhokri! topli laine aamli paDwa jaiye re;
amli paDtan chhanj paDi, awDe kani jaiye re?
chaal re chhokri! topli laine aamba paDwa jaiye re;
amba paDtan chhanj paDi, awDe kani jaiye re?
chaal re chhokri! chaal re chhokri, ramat karwa jaiye re;
ramtan kartan chhanj paDi, awDe kani jaiye re?

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 300)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968