હરિ શું હેત ઘણાં
hari shun het ghanan
ગોકુલ મથુરાં ગુજરી, ને કા’ના મને મારગડા દેખાડ;
હરિ શું હેત ઘણાં નંદલાલ.
વનરા વનને મારગેં તે કા’ના, મારા પાલવડા ન ઝાલ;
હરિ શું હેત ઘણાં નંદલાલ.
ગામ ગોકુળિયું, ને નામ જ રાધા, કા’ના મારે ઓરડિયે પધાર;
હરિ શું હેત ઘણાં નંદલાલ.
સાંજ પડી, સંધ્યાનાં ટાણાં, કા’ના મને ગાવલડી દોવરાવ;
હરિ શું હેત ઘણાં નંદલાલ.
સાંજની પોરનાં અજવાળિયાં, ને કા’ના મારા દીવડિયા પ્રગટાવ;
હરિ શું હેત ઘણાં નંદલાલ.
આગલી રાતનાં પરોઢિયાં, ને કા’ના મારાં પાણીલાં ભરાવ;
હરિ શું હેત ઘણાં નંદલાલ.
gokul mathuran gujri, ne ka’na mane maragDa dekhaD;
hari shun het ghanan nandlal
wanra wanne margen te ka’na, mara palawDa na jhaal;
hari shun het ghanan nandlal
gam gokuliyun, ne nam ja radha, ka’na mare oraDiye padhar;
hari shun het ghanan nandlal
sanj paDi, sandhyanan tanan, ka’na mane gawalDi dowraw;
hari shun het ghanan nandlal
sanjni pornan ajwaliyan, ne ka’na mara diwaDiya pragtaw;
hari shun het ghanan nandlal
agli ratnan paroDhiyan, ne ka’na maran panilan bharaw;

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 71)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968