સંદેશો
sandesho
મોરલિયા, જાજે વા’લાજીના દેશમાં.
વા’લાજીના દેશ, રૂડા આંબાનાં ઝાડ છે; ડાળે બેસીને ટહુકજે;
મોરલિયા, જાજે વા’લાજીના દેશમાં,
જા તો સંદેશો જઈ ને કહેજે, મોરલિયા, જાજે વા’લાજીના દેશમાં,
તમો વસો વા’લા, દેશ પરદેશમાં, અમો વસીએ એકલ વાસમાં રે;
મોરલિયા, જાજે વા’લાજીના દેશમાં.
તમો વિનાના સુનાં આંગણિયાં, વળી સુનાં છે હૈયાં આવાસ રે,
મોરલિયા, જાજે વા’લાજીના દેશમાં.
કરૂં ઉજાગરા, ને વાટડી જોઉં, હજુ ન આવ્યા દીનાનાથ રે,
મોરલિયા, જાજે વા’લાજીના દેશમાં.
ઝૂરી, ઝૂરીને, ઝેર થયાં છે, છેલુકા મળવાની આશ રે,
મોરલિયા, જાજે વા’લાજીના દેશમાં.
આટલો સંદેશો જઈને કે’જે, મોરલિયા, જાજે વા’લાજીના દેશમાં.
moraliya, jaje wa’lajina deshman
wa’lajina desh, ruDa ambanan jhaD chhe; Dale besine tahukje;
moraliya, jaje wa’lajina deshman,
ja to sandesho jai ne kaheje, moraliya, jaje wa’lajina deshman,
tamo waso wa’la, desh pardeshman, amo wasiye ekal wasman re;
moraliya, jaje wa’lajina deshman
tamo winana sunan anganiyan, wali sunan chhe haiyan awas re,
moraliya, jaje wa’lajina deshman
karun ujagra, ne watDi joun, haju na aawya dinanath re,
moraliya, jaje wa’lajina deshman
jhuri, jhurine, jher thayan chhe, chheluka malwani aash re,
moraliya, jaje wa’lajina deshman
atlo sandesho jaine ke’je, moraliya, jaje wa’lajina deshman

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 53)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968