sandeshDo - Lokgeeto | RekhtaGujarati

સંદેશડો

sandeshDo

સંદેશડો

હે મોજડી ને ફુમતાં મોંઘાં મૂલનાં,

વાઘેલીના આણે વે’લો આય રે;

વનફળિયા કુંવર, નાણાં મળશે, ને ગોરી નૈ મળે.

હે વાઘેલીના રૂપૈયા, સો ને સાઠ રે;

વનફળિયા કુંવર, નાણાં મળશે, ને ટાણાં નૈ મળે.

હે કડલાં ને કાંબિયું મોંઘા મૂલની,

વાઘેલીના રૂપૈયા સો ને સાઠ રે;

વનફળિયા કુંવર, નાણાં મળશે, ને ગોરી નૈ મળે.

હે ચણિયો ને ઓઢણી મોંઘાં મૂલની

વાઘેલીના રૂપૈયા સો ને સાઠ રે;

વનફળિયા કુંવર, નાણાં મળશે, ને ગોરી નૈ મળે.

હે ચૂડલો ને કાંકણી મોંઘાં મૂલની,

વાઘેલીના રૂપૈયા સો ને સાઠ રે,

નવફળિયા કુંવર, નાણાં મળશે, ને ગોરી નૈ મળે.

હે હાંહડી ને મુમના મોંઘાં મૂલનાં,

વાઘેલીના રૂપૈયા સો ને સાઠ રે;

વનફળિયા કુંવર, નાણાં મળશે, ને ગોરી નૈ મળે.

હે વેળિયાં ને લોળિયાં મોંઘાં મૂલનાં,

વાઘેલીના રૂપૈયા સો ને સાઠ રે;

વનફળિયા કુંવર, નાણાં મળશે, ને ગોરી નૈ મળે.

હે નથડી ને ચુનિયું મોંઘાં મૂલની,

વાઘેલીના રૂપૈયા સો ને સાઠ રે;

નવફળિયા કુંવર, નાણાં મળશે, ને ગોરી નૈ મળે.

હે ટીલડી ને દામણી મોંઘાં મૂલની,

વાઘેલીના રૂપૈયા સો ને સાઠ રે;

વનફળિયા કુંવર, નાણાં મળશે, ને ગોરી નૈ મળે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 280)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968