સંદેશ
sandesh
માડી, ઊંચે ટીંબે મારૂં સાસરૂં,
માડી, નીચે ટીંબે સાસર વેલ;
વીરાને કે’જો કે વેલ્યું જોતરે.
માડી, સાડલો ફાટ્યો રે મારે છેડલે,
માડી, ગલ બાંધણીનાં જાય તેજ;
વીરાને કે’જો કે વેલ્યું જોતરે.
માડી, કમખો ફાટ્યો રે મારી કોણીએ,
માડી, કીનખાબનાં જાય તેજ;
વીરાને કે’જો કે વેલ્યું જોતરે.
માડી, ચણીઓ ફાટ્યો રે મારે ગોઠણે,
માડી, સાળુનાં જાય છે તેજ;
વીરાને કે’જો કે વેલ્યું જોતરે.
માતા! મહિયર વના હું ઝુરી મરૂં,
ઉડતાં પંખી સંદેશો લઈ જાય;
વીરાને કે’જો કે વેલ્યું જોતરે.
maDi, unche timbe marun sasrun,
maDi, niche timbe sasar wel;
wirane ke’jo ke welyun jotre
maDi, saDlo phatyo re mare chheDle,
maDi, gal bandhninan jay tej;
wirane ke’jo ke welyun jotre
maDi, kamkho phatyo re mari koniye,
maDi, kinkhabnan jay tej;
wirane ke’jo ke welyun jotre
maDi, chanio phatyo re mare gothne,
maDi, salunan jay chhe tej;
wirane ke’jo ke welyun jotre
mata! mahiyar wana hun jhuri marun,
uDtan pankhi sandesho lai jay;
wirane ke’jo ke welyun jotre
maDi, unche timbe marun sasrun,
maDi, niche timbe sasar wel;
wirane ke’jo ke welyun jotre
maDi, saDlo phatyo re mare chheDle,
maDi, gal bandhninan jay tej;
wirane ke’jo ke welyun jotre
maDi, kamkho phatyo re mari koniye,
maDi, kinkhabnan jay tej;
wirane ke’jo ke welyun jotre
maDi, chanio phatyo re mare gothne,
maDi, salunan jay chhe tej;
wirane ke’jo ke welyun jotre
mata! mahiyar wana hun jhuri marun,
uDtan pankhi sandesho lai jay;
wirane ke’jo ke welyun jotre



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 253)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968