masa masi - Lokgeeto | RekhtaGujarati

માસા-માસી

masa masi

માસા-માસી

પહેલો પક્ષ માસી! માસી! મારા માસા આવ્યા?

બીજો પક્ષ ના! ના!

પહેલો પક્ષ મેડીએ દીવા તો બળે છે ને?

બીજો પક્ષ આવ્યા હશે!

પહેલો પક્ષ શું શું લાવ્યા?

બીજો પક્ષ ડાબલા-ડૂબલી!

પહેલો પક્ષ ડાબલામાં શું?

બીજો પક્ષ તેલ.

પહેલો પક્ષ તેલમાં શું?

બીજો પક્ષ કાંસકો.

પહેલો પક્ષ કાંસકીમાં શું?

બીજો પક્ષ વાળ.

પહેલો પક્ષ વાળમાં શું?

બીજો પક્ષ જૂ.

પહેલો પક્ષ જૂમાં શું?

બીજો પક્ષ લીંખ!

બેઉ પક્ષ સાથે

અરસપરસ ઉભડક

કૂદતાં કૂદતાં બોલે

લીખ રે લીંખ! તારાં ઝટિયાં પીંખ,

લીંખ રે લીંખ! તારાં ઝટિયાં પીંખ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959