same sule masuriyani dal - Lokgeeto | RekhtaGujarati

સામે સુલે મસૂરિયાની દાળ

same sule masuriyani dal

સામે સુલે મસૂરિયાની દાળ

સામે સુલે મસૂરિયાની દાળ

વેવઈ થોડી થોડી ખાજો મસૂરિયાની દાળ.

તમારા પેટડિયામાં દુખશે મસૂરિયાની દાળ.

તમારા પેટડિયામાં એતર બોલે,

તેતર બોલે, ગામના ગધાડા બોલે,

શેઢાની શિયાળ બોલે, હોલો કહે છે

ઘૂ ઘૂ ઘૂઘ.........................

ભડક્યો ભડક્યો મારા ભઈ નો સાળો

સામે સુલે મસૂરિયાની દાળ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 124)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959