rang bhinje chhe - Lokgeeto | RekhtaGujarati

રંગ ભીંજે છે

rang bhinje chhe

રંગ ભીંજે છે

રંગની શીશી રંગે ભરી રે રંગ ભીંજે છે,

ભીંજે છે મહારાજ, ગુલાબી રંગ ભીંજે છે.

ચીની ચલાણાં રંગે ભર્યાં, રંગ ભીંજે છે,

તમે મરદન કરતા જાવ, ગુલાબી રંગ ભીંજે છે.

ત્રાંબા કુંડી જળે ભરી, રંગ ભીંજે છે,

તમે નાવણ કરતા જાવ, ગુલાબી રંગ ભીંજે છે.

શીરા પૂરી ને લાપશી, રંગ ભીંજે છે,

તમે ભોજન કરતા જાવ, ગુલાબી રંગ ભીંજે છે.

પાન સોપારી ને એલચી, રંગ ભીંજે છે,

તમે મુખવાસ કરતા જાવ, ગુલાબી રંગ ભીંજે છે.

સાગ સિસમના ઢોલિયા, રંગ ભીંજે છે,

તમે પોઢણ કરતા જાવ, ગુલાબી રંગ ભીંજે છે.

સોના રૂપાનાં સોગઠાં, રંગ ભીંજે છે,

તમે રમતું રમતા જાવ, ગુલાબી રંગ ભીંજે છે.

રંગની શીશી રંગે ભરી, રંગ ભીંજે છે,

ભીંજે છે મહારાજ, ગુલાબી રંગ ભીંજે છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 99)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968