saiyar! awone ramwa - Lokgeeto | RekhtaGujarati

સૈયર! આવોને રમવા

saiyar! awone ramwa

સૈયર! આવોને રમવા

પહેલો પક્ષ – સૈયર! આવોને રમવા,

બીજો પક્ષ – અમને રમતાં ન આવડે!

પહેલો પક્ષ – અમે રમી બતાવીએ,

બીજો પક્ષ – નૈં આવું!

પહેલો પક્ષ – અમે રમતાં શીખવીએ,

બીજો પક્ષ – નૈં આવું!

(તાલ બદલીને)

પહેલો પક્ષ – સાંકળાની જોડ્ય છે,

બીજો પક્ષ – મહીં મારો ભાગ છે,

પહેલો પક્ષ – મેં બોલાવી કેમ ન આવી?

બીજો પક્ષ – એટલી મારી ભૂલ છે.

રસપ્રદ તથ્યો

આ ગીત બાલિકાઓની રમતનું છે. તેમાં હાથના અભિનય સાથે એક પક્ષ બીજા પક્ષને કહે છે :–

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959