bangDi ghaDawi - Lokgeeto | RekhtaGujarati

બંગડી ઘડાવી

bangDi ghaDawi

બંગડી ઘડાવી

ઘરને પછવાડે વા’લો રાસ રમે છે,

મેલો તો રમવા જાયેં રે, સૈયરૂં મારી સાદ કરે છે.

હસતાં ને રમતાં મારી બંગડી ખોવાણી,

સસરોજી મેણાં મારે રે, સૈયરૂં મારા સાદ કરે છે.

સો સો તોલા સોનું લઈને દાદોજી આવ્યા,

તેની મારી બંગડી ઘડાવો રે, સૈયરૂં મારી સાદ કરે છે.

ઘરને પછવાડે વા’લો રાસ રમે છે,

મેલો તો રમવા જાયેં રે, સૈયરૂં મારી સાદ કરે છે.

હસતાં ને રમતાં મારી બંગડી ખોવાણી,

જેઠ મારા મેણાં મારે રે, સૈયરૂં મારી સાદ કરે છે.

સો સો તોલા લઈને કાકોજી આવ્યા,

તેની મારી બંગડી ઘડાવી રે, સૈયરૂં મારી સાદ કરે છે.

ઘરને પછવાડે વા’લો રાસ રમે છે,

મેલો તો રમવા જાયેં રે, સૈયરૂં મારી સાદ કરે છે.

હસતાં તે રમતાં મારી બંગડી ખોવાણી,

પરણ્યો મારો મેણલાં બોલે રે, સૈયરૂં મારી સાદ કરે છે.

સો સો તોલા સોનું લઈને મામોજી આવ્યા,

તેની મારી બંગડી ઘડાવી રે, સૈયરૂં મારી સાદ કરે છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968