સગાઈ કોણ કોણ ખોળવા ગ્યાતા
sagai kon kon kholwa gyata
સગાઈ કોણ કોણ ખોળવા ગ્યાતા મોટાની કુંવર (2)
સગાઈ બાપુ ખોળવા ગ્યાતા, મોટાની કુંવર (2)
બેની બાઈ આંધળો ન જોયો, બેની ભાઈ પાંગળો ન જોયો,
બેની બાઈ ઘરડો ગળે પડ્યો, મોટાંની કુંવર—સગાઈ.
બેની બાઈ લૂલો ન જોયા, બેની બાઈ લંગડો ન જોયો
બેની બાઈ આંધળો ગળે માયરો મોટાંની કુંવર—સગાઈ.
sagai kon kon kholwa gyata motani kunwar (2)
sagai bapu kholwa gyata, motani kunwar (2)
beni bai andhlo na joyo, beni bhai panglo na joyo,
beni bai gharDo gale paDyo, motanni kunwar—sagai
beni bai lulo na joya, beni bai langDo na joyo
beni bai andhlo gale mayro motanni kunwar—sagai

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 43)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963