સાગ સિસમના ઢોલિયા
sag sisamna Dholiya
સાગ સિસમના ઢોલીયા રે રસિયા,
અમરા ડમરાનાં વાણ, અલબેલીના રસિયા;
લીલી ખજુરીનો વિંઝણો રે રસિયા,
રાતલડી ડાંડી હાથ, અલબેલીના રસિયા;
રમેશભાઈ પોઢ્યા ઢોલિયે રે રસિયા;
રંભા વહુ ઢોળે વાય, અલબેલીના રસિયા.
વાય ઢોળે ને વીરને વિનવે રે રસિયા,
સ્વામી અમને ચુડલાના કોડ, અલબેલીના રસિયા;
ચિત્તળ શે’રના ચુડલા રે રસિયા,
માથે રૂડી સોનાલાની ચીપ, અલબેલીના રસિયા.
સાગ સિસમના ઢોલિયા રે રસિયા,
અમરા ડમરાનાં બાણ, અલબેલીના રસિયા;
લીલી ખજુરીનો વિંઝણો રે રસિયા,
રાતલડી ડાંડી હાથ, અલબેલીના રસિયા;
રમેશભાઈ પોઢ્યા ઢોલિયે રે રસિયા,
રંભા વહુ ઢોળે વાય, અલબેલીના રસિયા.
વાય ઢોળે ને વીરને વિનવે રે રસિયા;
સ્વામી અમને ચુંદડીના કોડ, અલબેલીના રસિયા.
છાયા શહેરની ચુંદડી રે રસિયા;
એમાં ચોખલિયારી ભાત, અલબેલીના રસિયા.
સાગ સિસમનો ઢોલિયો રે રસિયા,
અમરા ડમરાનાં વાણ, અલબેલીના રસિયા;
લીલી ખજુરીનો વિંઝણો રે રસિયા.
રાતલડી ડાંડી હાથ, અલબેલીના રસિયા;
રમેશભાઈ પોઢ્યા ઢોલિયે રે રસિયા,
રંભા વહુ ઢોળે વાય, અલબેલીના રસિયા;
વાય ઢોળે ને વીરને વિનવે રે રસિયા.
સ્વામી અમને ટીલડીના કોડ, અલબેલીના રસિયા;
સુરત શે’રની ટીલડી રે રસિયા,
ફરતી મોતીડાની કોર, અલબેલીના રસિયા.
sag sisamna Dholiya re rasiya,
amra Damranan wan, albelina rasiya;
lili khajurino winjhno re rasiya,
ratalDi DanDi hath, albelina rasiya;
rameshbhai poDhya Dholiye re rasiya;
rambha wahu Dhole way, albelina rasiya
way Dhole ne wirne winwe re rasiya,
swami amne chuDlana koD, albelina rasiya;
chittal she’rana chuDla re rasiya,
mathe ruDi sonalani cheep, albelina rasiya
sag sisamna Dholiya re rasiya,
amra Damranan ban, albelina rasiya;
lili khajurino winjhno re rasiya,
ratalDi DanDi hath, albelina rasiya;
rameshbhai poDhya Dholiye re rasiya,
rambha wahu Dhole way, albelina rasiya
way Dhole ne wirne winwe re rasiya;
swami amne chundDina koD, albelina rasiya
chhaya shaherni chundDi re rasiya;
eman chokhaliyari bhat, albelina rasiya
sag sisamno Dholiyo re rasiya,
amra Damranan wan, albelina rasiya;
lili khajurino winjhno re rasiya
ratalDi DanDi hath, albelina rasiya;
rameshbhai poDhya Dholiye re rasiya,
rambha wahu Dhole way, albelina rasiya;
way Dhole ne wirne winwe re rasiya
swami amne tilDina koD, albelina rasiya;
surat she’rani tilDi re rasiya,
pharti motiDani kor, albelina rasiya
sag sisamna Dholiya re rasiya,
amra Damranan wan, albelina rasiya;
lili khajurino winjhno re rasiya,
ratalDi DanDi hath, albelina rasiya;
rameshbhai poDhya Dholiye re rasiya;
rambha wahu Dhole way, albelina rasiya
way Dhole ne wirne winwe re rasiya,
swami amne chuDlana koD, albelina rasiya;
chittal she’rana chuDla re rasiya,
mathe ruDi sonalani cheep, albelina rasiya
sag sisamna Dholiya re rasiya,
amra Damranan ban, albelina rasiya;
lili khajurino winjhno re rasiya,
ratalDi DanDi hath, albelina rasiya;
rameshbhai poDhya Dholiye re rasiya,
rambha wahu Dhole way, albelina rasiya
way Dhole ne wirne winwe re rasiya;
swami amne chundDina koD, albelina rasiya
chhaya shaherni chundDi re rasiya;
eman chokhaliyari bhat, albelina rasiya
sag sisamno Dholiyo re rasiya,
amra Damranan wan, albelina rasiya;
lili khajurino winjhno re rasiya
ratalDi DanDi hath, albelina rasiya;
rameshbhai poDhya Dholiye re rasiya,
rambha wahu Dhole way, albelina rasiya;
way Dhole ne wirne winwe re rasiya
swami amne tilDina koD, albelina rasiya;
surat she’rani tilDi re rasiya,
pharti motiDani kor, albelina rasiya
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 32)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968
