teet u teet u - Lokgeeto | RekhtaGujarati

ટીટ ઉ ટીટ ઉ...................

teet u teet u

ટીટ ઉ ટીટ ઉ...................

ટીટ ટીટ ઉ...................

ટીટ રે ટીટ તે વાજી રેજુ હે રે રસિયો (2)!

ટીટ માંય તી કુણ ઠાકોરે વાજે હે રે રસિયો (2)!

ટીટ માંય તી કનકો ઠાકોર વાજે હે રે રસિયો (2)!

કનકા વાળો લાલજી કુંવર વાજે હે રે રસિયો (2)!

બાપે રે બેટાનો કજીયો લાગો હે રે રસિયો (2)!

હીનો રે હીનો તે કજીયો લાગો હે રે રસિયો (2)!

સાંકુંકલી ઘુડલીનો કજીયો લાગો હે રે રસિયો (2)!

નોરાળી બંદૂકનો કજીયો લાગો હે રે રસિયો (2)!

રૂપતાળી તલવારનો કજીયો લાગો હે રે રસિયો!

સાંદુડી ઘુડલી તે બાપા હું કીદી હે રે રસિયો!

નોરાળી બંદુકે બાપા હું કીદી હે રે રસિયો!

એવો એવો તે કજીયો લાગો હે રે રસિયો!

ટીટ રે ટીટ તે વાજી રે જી હે રે રસિયો!

રવની કેવું બોલે હો રે રસિયો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963