- Lokgeeto | RekhtaGujarati

ધરતી માતા ધમ ધમે ને ધરતી રેડ લાગી જો,

લાગી જો!

સાસુજી તો મેંણાં બોલ્યાં ને ધરતી રેડ,

લાગી જો!

હેંના હેંના મેંણાં બોલ્યાં ને ધરતી રેડ,

લાગી જો!

ભેંસડલીનાં મેંણાં બોલ્યાં ને ધરતી રેડ,

લાગી જો!

લાવ્યાં ને વાંય તો દુવો વઉજીને ધરતી રેડ,

લાગી જો!

લાવ્યાં વગર શ્યાંથી દુવે ને ધરતી રેડ,

લાગી જો!

એવાં એવાં મેંણાં બોલ્યાં, ને ધરતી રેડ

લાગી જો!

સસરાજી તો મેંણાં બોલ્યાં, ને ધરતી રેડ

લાગી જો!

હેંનાં હેનાં મેંણાં બોલ્યાં, ને ધરતી રેડ

લાગી જો!

ગાયલડીનાં મેંણાં બોલ્યાં, ને ધરતી રેડ

લાગી જો!

લાવ્યાં ને વાંય તો દુવો વઉજી, ને ધરતી રેડ

લાગી જો!

લાવ્યા વગર ક્યાંથી દુવે, ને ધરતી રેડ

લાગી જો!

એવાં એવાં મેંણાં બોલ્યાં, ને ધરતી રેડ

લાગી જો!

ધરતી માતા ધમ ધમે ને ધરતી રેડ

લાગી જો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963