ruDa krishnji poDhya re - Lokgeeto | RekhtaGujarati

રૂડા કૃષ્ણજી પોઢ્યા રે

ruDa krishnji poDhya re

રૂડા કૃષ્ણજી પોઢ્યા રે

રૂડા કૃષ્ણજી પોઢ્યા રે દ્વારિકાં, રૂક્ષ્મણી ચાંપે છે પાય;

રાધાજી ઢોળે છે વાય;

ભરનિદ્રામાંથી પ્રભુ જાગિયા, મુખે શ્વાસ માય.

એટલે કમળા તે લાગ્યાં પૂછવા, “આવડા કાં રે ઉદાસ?

ભર રે નિદ્રામાંથી જાગીને, મુખે મૂકો નિઃશ્વાસ!”

“રુકમણીજી! શું ના રે ઓળખો, તમે પૂછો છો નાર!

પાંડવને ઘરે રહું ઘણું, સેવા કરે અપાર,”

નંદ સુનંદ ત્યાં તો તેડાવિયા, ભાઈ! ધાઈ ગરુડને લાવ્ય;

બહેની દુષ્ટને વશ પડી, ક્ષણું કરો વાર”

પાંચાળીના શરીર ઉપરે, પડ્યું નાથનું બિંબ”

અજ્ઞાનીએ નવ ઓળખ્યા, દુષ્ટ દુર્યોધન.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, હરિકાન્ત ન્હાનાલાલ દીક્ષિત.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964