rusanun - Lokgeeto | RekhtaGujarati

રૂસણું

rusanun

રૂસણું

રાણી રખોમણી ચાલ્યાં રૂસણે,

એને કેને મનાવા જાય?

ઝોલો લાગ્યો ગોરીને ઘૂંઘટડે!

એને જશે સસરોજી પાતળિયા,

વઉવર! ચાલોને આપડે ઘેર, ઝોલો.

સસરા! તમારાં વાર્યાં નંઈ રે વળું!

મને મારી પાટુ ને દીધી ગાળ, ઝોલો.

રાંણી રખોમણી ચાલ્યાં રૂસણે,

એને કેને મનાવા જાય? ઝોલો.

એને જશે જેઠોજી પાતળિયા,

વઉવર! ચાલોને આપડે ઘેર. ઝોલો.

જેઠ તમારાં વાર્યાં નંઈ રે વળું,

મને મારી પાટુ ને દીધી ગાળ. ઝોલો.

રાંણી રખોમણી ચાલ્યાં રૂસણે,

એને કેને મનાવા જાય? ઝોલો.

એને જશે દિયેરજી પાતળિયા,

ભાભી! ચાલોને આપડે ઘેર. ઝોલો.

દિયેર! તમારાં વાર્યાં નંઈ રે વળું,

મને મારી પાટુ ને દીધી ગાળ. ઝોલો.

રાંણી રખોમણી ચાલ્યાં રૂસણે,

એને કેને મનાવા જાય? ઝોલો.

એને જશે પઈણોજી પાતળિયા,

ગોરી ચાલોને આપડે ઘેર. ઝોલો.

પઈણા તમારાં વાર્યાં નંઈ રે વળું.

મને મારી પાટુ ને દીધી ગાળ. ઝોલો.

પઈણાના હાથોમેં બેવડ રાશ,

ગોરી! ચાલોને આપડે ઘેર. ઝોલો.

પઈણે એક મેલી ને બીજી ફેરવી,

પઈણા! ચાલોને આપડે ઘેર. ઝોલો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 202)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957