ringni - Lokgeeto | RekhtaGujarati

રીંગણી

ringni

રીંગણી

રીંગણી રે, તારા અવળાં પાન, બવળાં પાન રીંગણી.

મારા વાડામાં ક્યો કુંભાર? ક્યો ભઈ ઘડે ઠોબરાં?

અધવાલીના આપે આઠ, પર ના આલે ઢાંકણી.

તેડાવો રે મારી કઈ બા બેન, ઉપર અપાવે ઢાંકણી.

રીંગણી રે, તારાં અવળાં પાન, બવળાં પાને રીંગણી.

મારા વાડામાં ક્યો ચમાર, ક્યો ભઈ સીવે ખાસડાં.

રૂપૈડીનાં આલે જોડ, ઉપર આલે મોજડી.

તેડાવો રે મારી કઈ બા બેન, ઉપર અપાવે મોજડી.

રીંગણી રે તારા અવળાં પાન. બવળાં પાને રીંગણી.

રસપ્રદ તથ્યો

આ ગીત બેઠાં બેઠાં તાળીપાડી ગવાય છે

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 240)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ઉજમશી છ. પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968