thakor subleriyo - Lokgeeto | RekhtaGujarati

ઠાકોર સુબલેરિયો

thakor subleriyo

ઠાકોર સુબલેરિયો

ઊઠો ’લયા ચાકરો, કેડ-કમર બાંધો,

કાછલામેં હોળાં જોડા, ભૈ ઠાકોર સુબલેરિઓ.

કે’ને ’લા સુબલા! કાં તારી ભોંય?

કાંથી તારો સીમ ને સીમાડો, ભૈ ઠાકોર સુબલેરીઓ.

આંહીથીના પાળિયા રોપાવો, ભૈ ઠાકોર સુબલેરીઓ.

કે’ને ’લા સુબલા! કાં તારી ભોંયો?

કાંથી તારો સીમ ને સીમાડો, ભૈ ઠાકોર સુબલેરીઓ.

જીતા બાવાનું લ્યા! મોઈલું તરકડું,

ખાંધે બંદૂકડી ને ફરે, ભૈ ઠાકોર સુબલેરીઓ.

કાછલામેં લાગી લડાઈઓ, ભૈ ઠાકોર સુબલેરીઓ.

જીતાવાવાનું ’લ્યા મોઈલું તરકડું,

હેઠે બેસીને ગોળી મારી, ભૈ ઠાકોર સુબલેરીઓ.

સુબલાને કાં ગોળી વાગી, ભૈ ઠાકોર સુબલેરીઓ.

હલા! સુબલાનો ખભો હોરી પાઈળો,

ભૈ ઠાકોર સુબલેરીઓ.

મર્દ સૂબો છેતરીને મરાયો, ભૈ ઠાકોર સુબલેરીઓ.

...પઈડો પઈડો મૂછો અંબેળે, ભૈ ઠાકોર સુબલેરીઓ.

સુબલાની ચેંયો સીંકાયો, ભૈ ઠાકોર સુબલેરીઓ.

સુબલાના નીકળ્યા ધૂમાડા, ભૈ ઠાકોર સુબલેરીઓ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 237)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, રેવાબહેન તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966