sasariyun - Lokgeeto | RekhtaGujarati

સાસરિયું

sasariyun

સાસરિયું

ઊઠો ’લા! દાસીઓ ચલાળાં રે, ભરો વાડીઓ સીંચવા જવું જી રે.

કે વાઘ વરુ વાંદર હુકે : એકલા કેમ જઈએ જી રે.

પોપટ પંખી સંગાથ લેશું, સંગાથ કરી લેશું જી રે.

પોપટ પંખી ઊડી જશે, એકલડાં રૈ જશું જી રે.

સીંચી કરીને પાછું વલી ભાઈળું વાડીઓ ઘમઘોર વળીઓ જી રે.

ખોળો વાળી મેં વાડીમેં પેઠી, વીણી કસૂંબા ભાજી જી રે.

વીણી ચૂંટી ને મેં તો ખોળો રે ભરીઓ, સાસરીએ મોકલાવો જી રે

સાસુ હઠીલી, નણદી કટીલી, તેને કેમ મોકલાઈવાં જી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 247)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, રેવાબહેન તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966