rangarasiya Dhola - Lokgeeto | RekhtaGujarati

રંગરસિયા ઢોલા

rangarasiya Dhola

રંગરસિયા ઢોલા

ઢોલા! તારું જાય રે નખોદ, વારું રે ઢોલા

ભોજાઈ રંઈગા રૂડા હાથ વારું રે ઢોલા

દિયોરે રંઈગી રૂડી વાંસળી, રંગ રસિયા ઢોલા

ઢોલા! તારું જાય રે નખોદ, વારું રે ઢોલા

રૂમઝૂમ કરતાં મેડીએ ચઈડાં, રંગ રસિયા ઢોલા

થાંભલું વાઈગું રે લેલાટ, વારું રે ઢોલા.

રસપ્રદ તથ્યો

આ ગીત અપૂર્ણ લાગે છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 243)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, રેવાબહેન તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966